મોરબી પાલિકાની સાધારણ સભામાં હોદાની લ્હાણી

૧૮ કમિટીની રચના કરાઈ

મોરબી નગરપાલિકામાં આજે પહેલી સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં ૧૮ સમિતિના ચેરમેન-સભ્યોની વરણી કરવામાં આવી હતી.મોરબી નગર પાલિકામાં નવનિયુક્ત પ્રમુખ ગીતાબેન કણજારીયા અને ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા દ્વારા કમિટી રચનાનો મુદ્દો હાથ પર લઈ આજની સાધારણ સભામાં જુદી-જુદી ૧૮ જેટલી કમિટી રચવામાં આવી હતી જેમાં એકઝયુકેટીવ કમિટીમાં જયરાજસિંહ જાડેજા, કંટ્રોલ કમિટીમાં પ્રફુલભાઈ આડેસરા, વોટર વર્કસમાં નાઝીયાબેન મકરાણી, પવડી કમિટીમાં ફારુકભાઈ મોટલાણી, અધર ટેક્સમાં અનિલભાઈ હડિયલ, સેનિટેસન કમિટીમાં મમતાબેન ઠાકર ને ચેરમેનપદ ની લોટરી લાગી હતી.હેલ્થ કમિટી માં વાનીતાબેન ચાવડા,ગાર્ડન કમિટીમાં હીનાબા જાડેજા,રૂલ્સ અને બાયલોઝ માં કુલસુમબેન રાઠોડ,હાઉસ ટેક્સ કમિટીમાં કંચનબેન ડાભી,રોશની કમિટીમાં અરુણાબેન વડસોલા, પરચેઝ કમિટી માં દીપકભાઈ,ગેરેજ કમિટીમાં અમિતભાઇ ગામી, રમતગમત માં ગૌતમભાઈ સોલંકી,એડવાઈઝરી કમિટીમાં અરુણાબા જાડેજા અને ટાઉનપ્લાનિંગ કમિટીમાં પ્રકાશભાઈ ચબાડ,ભૂગર્ભ કમિટીમાં જીજુબા જાડેજા અને યુ.આઈ.ડી.એમ.એમ.ટી.કમિટીમાં ઉષાબેન પારેખની ચેરમેનપદે વરણી કરવામાં આવી હતી.આ મુદ્દે કોંગ્રેસએ સભા માંથી વોક આઉટ કર્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat