ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી

મોરબી જીલ્લામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત તા. ૨૭ થી ૩૦ જુન દરમિયાન મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવશે જેમાં જે તે શાળામાં આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહેશે તે ઉપરાંત તા. ૨૭ થી ૧ જુલાઈ સુધી ૧૦૮ ડેમો અને પ્રાથમિક સારવાર માટેના કાર્યક્રમો યોજાશે જેમાં મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા તાલુકાની શાળામાં ૧૦૮ ની ટીમ જઈને શાળાના બાળકોને ૧૦૮ ની કામગીરીથી વાકેફ કરશે. મોરબી નગરપાલિકાની ફાયર શાખા દ્વારા તા. ૨૮ થી ૧ જુલાઈ સુધી ફાયર એન્ડ સેફટી ડેમો અને મોકડ્રીલ યોજવામાં આવશે જેમાં ફાયરની ટીમની કામગીરી અને તૈયારીઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવશે. જયારે તા. ૧ જુલાઈના રોજ મોરબીની શાળામાં લેકચર અને લાઈવ ડેમોનસટ્રેશન યોજવામાં આવશે. આમ મોરબી જીલ્લામાં પાંચ દિવસ સુધી શાળા સલામતી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં આરોગ્ય ઉપરાંત સેફટીની સમજ પણ શાળાના બાળકોને આપવામાં આવશે.

 

Comments
Loading...
WhatsApp chat