



મોરબી જીલ્લામાં આજે મેઘરાજાની મહેર સર્વત્ર જોવા મળી હતી. સાંજ સુધી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. મોરબીમાં સાંજે ધીમી ધારે વરસાદ શરુ થયા બાદ સારો એવો વરસાદ વરસ્યો હતો તો મોરબી જીલ્લાના માળિયા, ટંકારા , વાંકાનેર અને હળવદ સહિતના સેન્ટરોમાં છૂટાછવાયા ઝાપટાથી લઈને સારો એવો વરસાદ વરસ્યો હતો. આગોતરા વાવેતર કરેલા ખેડૂતોમાં આજની મેઘમહેરથી ખુશી વ્યાપી ગઈ છે અને મેઘરાજાની મહેરથી જગતનો તાત હરખાઈ રહ્યો છે જયારે યુવાનો અને બાળકો વરસાદમાં ભીંજાવાનો આનંદ લુંટી મોજ માણી રહ્યા છે.

