


રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસના ભાડાના ફ્લેટમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧.૨૧ લાખ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસ બ્લોક નં ૫૦૩ ભાડાના ફ્લેટમાં આરોપી જગદીશ વાલજીભાઈ દેવાયતકા બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જુગાર રમતા જગદીશ વાલજીભાઈ દેવાયતકા, વૈભવ નરભેરામભાઈ ક્કાસણીયા, અમરશી પરષોતમભાઈ બારૈયા, જયદીપ કેશવજીભાઇ અમૃતિયા, કાંતિલાલ રેવાભાઈ ગામી, જયેશ પરષોતમભાઈ દલસાણીયા અને અમિત કાંતિલાલ દેત્રોજા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૧,૨૧,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે