મોરબીમાં ગોલ્ડન માસ્ક જીમ દ્વારા રેકોડ બ્રેક વિશ્વ યોગ દિવસની ઉજવણી




મોરબીમાં કેનાલ રોડ પર અવની ચોકડી સામે આવેલ ગોલ્ડન માસ્ક ફિટનેસ જીમ છેલ્લા ૩ વર્ષથી કાર્યરત છે.આજ વિશ્વ યોગ દિવસના પ્રસંગે ગોલ્ડન માસ્ક ફિટનેસ દ્વારા કામધેનું પાર્ટી પ્લોટ ખાતે રેકોર્ડ બ્રેક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં એક સાથે ૩૨ લોકોએ ટ્રાઈપેટ શીર્ષાશન કરીને સૌરાષ્ટ્રમાં રેકોડ નોધાવ્યો હતો.યોગ દિવસની ઉજવણી નિમિતે આ રેકોર્ડને સફળ બનાવવા માટે ગોલ્ડન માસ્ક જીમના ટ્રેનર અને માલિક ચંદ્રેશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.તેમજ ચંદ્રેશ પટેલએ મોરબી ન્યુઝ સાથે ખાસ વાત-ચિત દરમિયાન જણાવ્યું હતું કે ટ્રાઈ પેટ શીર્ષાશનનો રેકોર્ડ સ્થાપવામાં છેલ્લા ૧ મહિનાની પ્રેક્ટીસ બાદ શક્ય બન્યું છે.

