વર્ષોબાદ નવલખીના જુમાંવડી ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો

છેલ્લા ઘણાં વર્ષોથી નવલખી બંદર પાસે જુમાવાડી ગામમાં  રહેતા માછીમારોને પીવાના પાણીનો પ્રશ્ન હતો.જે સમસ્યા નિવારવા આજ રોજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેકટર આઈ.કે. પટેલ, નવલખી પોર્ટનાં ઓફિસર કેપ્ટન એ.બી. સોલંકી, કાર્યપાલક ઈજનેર અશ્વિનભાઈ રાયજાદા અને જયદીપ કંપનીનાં દિલુભા જાડેજાના હસ્તે પીપળીયાથી નવલખી પોર્ટમાં જતી પાણીની લાઈનમાં ત્રણ સ્ટેન્ડ મૂકી આ સમસ્યાનો હલ કરવામાં આવી હતી.આ સમસ્યાનો ઉકેલ આવે એ માટે પોસ્ટ ઓફિસર સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે જુમાવાડી વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ ઉપસ્થિત ધારાસભ્ય અને અધિકારીઓને આવાસ યોજના હેઠળ જુમાવાડી ગામમાં આવાસો બનાવી આપવા, રહેણાકોની આસપાસ મોરમ એટલે કે માટીથી ભરતી કરાવી આપવા,વિજળી  લાઈટની સુવિધા કરવા, રહેણાકોની જગ્યાને ફિશરમેનનાં નામે પ્લોટિંગ કરી ગામતળે ચડાવી આપવા, શિક્ષણ અને આરોગ્ય કેન્દ્રો સ્થાપવા તથા જુમાવાડી વસાહતનાં એરિયામાં જેટીનાં તાત્કાલિક નિર્માણ માટેની અરજ કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat