મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી

મોરબીની પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આ કોલેજમાં છેલ્લા પાંચ વર્ષથી નિયમત રીતે સવારમાં યોગ કરવામાં આવે છે અને ત્યારબાદ જ કોલેજમાં શિક્ષણકાર્યની શરૂઆત કરવામાં આવે છે. આજે વિશ્વ યોગ દિવસ નિમિતે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યોગના ટ્રેનર બાબુભાઇ કાવરએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને યોગ વિષે માર્ગદર્શન આપ્યું હતું.યોગ દિવસની ઉજવણીમાં ટ્રસ્ટી શ્રી દેવકરણભાઈ આદ્રોજા, પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ, યુનિક સ્કૂલનાં મહેશભાઈ સાદરિયા, તપોવન સ્કૂલનાં રંગપરિયા સાહેબ, સામાજિક કાર્યકર શ્રી ઘનશ્યામભાઈ ડાંગર, ઈન્ડિયન લાયન્સનાં પ્રેસિડેંટ હર્ષદભાઈ પટેલ તથા અનિલભાઈ કંસારા, જીનદાસ ગાંધી સાહેબ અને કૃષ્ણસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓએ સાથે યોગ કરી વિધાથીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ તકે કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ.રવીન્દ્ર ભટ્ટે જણાવ્યુ હતું કે  અમારી કોલેજમાં માત્ર આજ એક જ દિવસ યોગ કરવામાં આવતા નથી પરંતુ આખું વર્ષ દરરોજ ૧૫ મિનિટ વિદ્યાર્થીઓને યોગ કરવવામાં આવે છે તેમજ યોગ બાદ જ શિક્ષણકાર્યની શરૂઆત કરવામાં આવે છે. આમ પીજી કોલેજ ખાતે દરરોજની જેમ આજનાં દિવસે પણ યોગ કરી વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવ્યા બાદ ઉત્સાહ સાથે શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat