

આજે શ્રાવનસુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમ આજે બહેન ભાઈને કુમકુમ તિલક કરી ભાઈને રક્ષા કાજે રાખડી બાંધી પરમ્પરા અનુસાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે આજે મોરબી શહેર અને જિલ્લામાં હર્ષોલ્લાસ પૂર્વક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આજ અંતરના આશિષ સાથે બહેન ઉમળકાભેર પોતાના ભાઇને કપાળે કુમકુમ તિલક કરી ચોખા, ચોડી, જમણે હાથે રાખડી બાંધે છે. અગર તો મોકલે છે અને ભાઇ પાસેથી પોતાના રક્ષણનું વચન માંગતા માંગતા આશિષ આપે છે.ત્યારે ભાઇ બહેને માંગેલા રક્ષણની ખાતરી આપતા યથાશકિત દક્ષિણા આપી બહેનને ખુશ કરે છે. રક્ષાબંધનના આદર્શ પવિત્ર પાઠો નવા યુગના ભાઇ બહેનોએ શીખવા જેવા છે.