Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ તાલુકાની તક્ષશિલા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વ નિમીતે અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

મોરબી જીલ્લાના હળવદ તાલુકાની તક્ષશિલા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વ નિમીતે રાખડી સ્પર્ધા તથા અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષાબંધન પર્વને અનુલક્ષીને તક્ષશિલા વિદ્યાલયમાં બહેનો માટે રાખડી સ્પર્ધા અને ભાઈઓ માટે રાખીકાર્ડ કોમ્પિટિશનના આયોજન ઉપરાંત પર્યટન, માટીના રમકડાં,રેતીની મોજ, રાસ-ગરબા,કવીઝ અને રાઇટિંગ જેવી અલગ અલગ  પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. જેમાં શાળા પ્રમુખ ડાયાભાઇ ગરધરીયા,રમેશભાઈ કૈલા,એમડી મહેશભાઈ પટેલ,તેમજ આચાર્ય અને શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat