



મોરબી સહિત ગુજરાત રાજ્યની ૧૬૨ પાલિકાના કર્મચારીઓનો સાતમાં પગારપંચ માગ મહેક્મ મર્યાદા નાબુદ કરવાની, કોમનકેડર કરવા તેમજ રોજમદારોને કાયમી કરવા જેવી જુદી જુદી માગો સાથે રાજ્ય પાલિકા કર્મચારી મંડળ મહામંડળ દ્વારા છેલ્લા પાંચ માસ થી અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજ્યની ૧૬૨ પાલિકાના કર્મચારી દ્વારા આંદોલન ચાલતું હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી જેથી કર્મચારીઓ કંટાળી ને આગમી તારીખ ૨૧ ને બુધવારથી
૨૩ ને શુક્રવાર સુધી રાજ્યની તમામ પાલિકાઓ કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાશે આ ત્રણ દિવસ સુધી કર્મચારીઓ દ્વારા પાલિકા કચેરીની તમામ કામગીરોનો બહિષ્કાર કરી સંપૂર્ણ હડતાલ રાખવામાં આવશે જેથી પ્રજાને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે

