

મોરબી પ્રજાપતિ સમાજ દ્વારા રવિવારના રોજ વાવડી રોડ પર આવેલ વરિયા માતાજીના મંદિરે ધોરણ ૭ થી ૧૨માં અભ્યાસ કરતા ૨૫૦ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં અખિલ ભારતીય પ્રજાપતિ કુંભાર મહાસંધ ન્યુ દિલ્હીના ગુજરાત સૌરાષ્ટ્રના પ્રમુખ હસમુખભાઈએ હાજરી આપી હતી. તેમજ આ પ્રસંગે ભાણજીભાઈ વરીયા,વ્રજલાલભાઈ,નરેશભાઈ ધરોડીયા,મહિલા પ્રમુખ ગૌરીબેન ઉભાડીયા,પ્રજાપતિ યુવક મંડળના સદસ્યો તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.