મોરબી જીલ્લામાં ક્યાં થશે યોગ દિવસની ઉજવણી,જાણો ?

યોગ દિવસની ઉજવણી માટે દેશભરમાં તૈયારીઓ થઇ રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઇ છે. સમગ્ર જિલ્લામાં યોગ ટ્રેનીગનું આયોજન કરાયું છે. મોરબી ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ ઓફિસર એસ.ડી.વ્યાસે યોગ દિવસની પૂર્વ તૈયારીઓ હાથ ધરી છે.તા.૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત મોરબી જીલ્લા ક્ક્ષાની ઉજવણી “પોલીસ પરેડ ગ્રાઉન્ડ”જેલ રોડ મોરબી ખાતે સવારના ૫:૪૫ કલાકે રાખેલ છે.જીલ્લા કલેકટર દ્વારા મોરબીની જનતાને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat