ગંદકીથી ત્રસ્ત મહિલાઓ-કોલેજની વિધાર્થીનીઓનો પાલિકા કચરીએ હલ્લાબોલ

મોરબી શહેરમાં મેધરાજાએ વિરામ લીધો છે છતાં પણ મોરબી શહેરની ગલીઓ પાણી-પાણી છે.મોરબીમાં રોડ-રસ્તાઓ પર વગર વરસાદે નદી જેવું દર્શય જોવા મળે છે અને પાણીના નિકાલ માટે તંત્ર દ્વાર કોઈ પગલા લેવામાં આવતા નથી.એવામાં આજ રોજ મોરબીની ગાયત્રી નગર સોસાયટીના રહીસોએ પાલિકા કચેરી ખાતે મોરચો માંડ્યો હતો.જેમાં તેમની રજૂઆત હતી કે ગાયત્રીનગર,કુબેરનગર સોસાયટી પાણી-પાણી થઇ ગઈ છે અને પાણી ભરવાથી રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તથા પાણી ભરાય રહેતા મચ્છર જન્ય રોગોફેલાવના ભય થી લોકોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી તાત્કાલિક પાણી નિકાલ કરવા રજૂઆત કરી હતી.

આ મોરચાની રજૂઆત પતિ જ હતી ત્યાં જે.એ.પટેલ મહિલા કોલેજની વિધાર્થીનીઓએ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો.વિધાર્થીનીઓની માંગ હતી કે  કન્યા છાત્રાલય રોડ પર સતત પાણીનો ભરાવો રહે છે અને તેમને સ્કુલે આવવા-જવામાં ગટરના ગંદા પાણી માંથી પસાર થઈને જવું પડે છે.રોડ પર ભરાયેલા પાણી કયારેક તો સ્કુલમાં પણ ધુસી આવતા હોવાથી તાત્કાલિક રોડ પરથી પાણીનો નિકાલ કરવો જેથી કરીને સ્કુલ-કોલેજએ આવતા વિધાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થઈને વિધાભ્યાસ માટે ણ જવું પડે.

 

Comments
Loading...
WhatsApp chat