

મોરબીના શનાળા રોડ પર આવેલા સમય ગેઇટ નજીકની નીતિન પાર્ક સોસાયટીની મહિલાઓનું ટોળું આજે કલેકટર કચેરી પહોંચ્યું હતું જયા મહિલાઓએ કલેકટર આઈ.કે.પટેલ સમક્ષ પાણીના વિકરાળ પ્રશ્ન અંગે ઉગ્ર રજૂઆત કરી હતી જેમાં મહિલાઓએ જણાવ્યું હતું કે નીતિન પાર્ક સોસાયટીમાં ૫૦૦ જેટલા મકાન આવેલા છે જે વિસ્તારમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં માંન્લતું નથી જેથી ગૃહિણીઓ સહિતના સૌ કોઈ પરેશાન છે. લત્તાવાસીઓએ પોતાના ખર્ચે પાણીની લાઈન નાખી છે પરંતુ તંત્રના પાપે પીવાનું પણ લત્તાવાસીઓને મળતું નથી. લાંબા સમયથી આ સમસ્યાના ઉકેલ માટે પાલિકાને રજૂઆત કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં પાણી પહોંચાડવાની જવાબદારી મામલે પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે જેથી નાગરિકોને પરેશાની ભોગવવી પડે છે. ત્યારે આ મામલે કલેકટર દ્વારા હકારાત્મક વલણ દાખવીને પ્રશ્નના યોગ્ય નિકાલની ખાતરી આપવામાં આવતા ટોળું પરત ફર્યું હતું.