મોરબી પાલિકા કર્મચારીઓએ હડતાલના બીજા દિવસે સુત્રોચાર કરી વિરોધ વ્યકત કર્યો

ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સાતમા પગારપંચ, કોમન ફેડર અને રોજમદારોને કાયમી કરવા સહિતની વિવિધ માંગણી મુદ્દે મોરબી સહિતની રાજ્યની ૧૬૨ નગર પાલિકાના કર્મચારીઓ ગઈકાલથી રાજ્યવ્યાપી હડતાલ પડી નગરપાલિકાના તમામ કામકાજ બંધ રાખ્યા હતા.આજે હડતાલના બીજા દિવસે મોરબી નગર પાલિકામાં કર્મચારીઓએ સુત્રોચાર કરી આગામી ૧લી જુલાઇથી આ હડતાલને અચોકકસ મુદતની હડતાલમાં પરિવર્તિત કરવાની મહામંડળના ઉપપ્રમુખ નરેન્દ્ર્સિંહ જાડેજાએ જાહેરાત કરી છે.

રાજ્યની ૧૬૨ નગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા સાતમુ પગારપંચ, કોમન ફેડર અને રોજમદારોને કાયમી કરવા સહિતની વિવિધ માંગણી મુદ્દે અનેકવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા તા.૨૧થી ૨૩ જૂન સુધી રાજ્યની તમામ નગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા સામૂહિક હડતાલનો માર્ગ અપનાવાયો છે. જેમાં ગત તા.૨૦ના રોજ સરકારનાં પ્રતિનિધિ સાથે વાટાઘાટો કરવા છતાં કર્મચારીઓ મહામંડળને લેખિત ખાતરી ન આપતા સામૂહિક હડતાલ પર ઉતરી ગયેલા નગરપાલિકાનાં કર્મચારીઓએ સફાઈ, પાણી અને લાઈટની વ્યવસ્થા ઠપ કરી દઈને ત્રણ દિવસની હડતાળ અને ત્રણ દિવસની જાહેર રજાને કારણે સરકારને ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો છે.બીજી તરફ હડતાળનાં પહેલાં દિવસે જ મોરબી સહિતની રાજ્યની ૧૬૨ નગરપાલિકાઓમાં લોકોની પ્રાથમિક સુવિધા ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હજુ આ હડતાલ આગામી પાંચ દિવસ સુધી ચાલનાર હોય લોકોની મુશ્કેલી વધી શકે છે.

મોરબી ન્યુઝ સાથે ખાસ વાતચીત દરમિયાન ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનાં ઉપપ્રમુખ નરેન્દ્ર્સિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે કર્મચારીઓની હડતાલનાં પહેલાં દિવસથી જ પ્રજાને પ્રાથમિક સુવિધા ના મળતા માઠી અસર પહોંચી છે જો સરકાર દ્વારા નગરપાલિકા કર્મચારીઓની માંગણી સંતોષવામાં નહિ આવે તો આગામી ૧લી જુલાઈથી કર્મચારી મહામંડળ દ્વારા જ્યાં સુધી માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અચોકસ મુદતની હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કરાયો છે. વધુમાં નરેન્દ્ર્સિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા રાજ્યના મોટા ભાગના બોર્ડ નિગમોને ૭માં પગારપંચનો લાભ આપી દેવાયો છે ત્યારે ફક્ત નગરપાલિકા જેવી બે ચાર સ્વાયત સંસ્થાઓને જ શા માટે લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તે સમજાતું નથી. આ સંજોગોમાં સરકારની  અવળચંડાઇ  ભરી નીતિને કારણે રાજ્યની તમામ નગરપાલિકા વિસ્તારના પ્રજાજનોને આ હડતાળ સહન કરવાનો વારો આવ્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat