મોરબીની અંકુર સોસાયટી રોડ મામલે મહિલાઓ પાલિકામાં રજૂઆત કરી

મોરબીના શનાળા રોડ પર આવેલી અંકુર સોસાયટીની બે શેરીમાં તૂટેલા રોડથી લત્તાવાસીઓ પરેશાન હોય આ મામલે બે માસથી રજુઆતોનો કરવામાં આવે છે પણ કોઈ ઉકેલ ન આવતા મહિલાઓએ પાલિકા કચેરીએ મોરચો માંડીને હંગામો કર્યો હતો. રજૂઆત માટે આવેલી મહિલાઓએ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખેને એમ પણ જણાવ્યું હતું કે અગાઉ ૧૫ દિવસમાં રોડ બનાવવાની ખાતરી આપી હતી પણ રોડ બન્યો નથી  . હાલ શેરીમાં સાવ કાચો ધૂળ માટીનો રસ્તો છે જેમાં ગાબડા પડી ગયા છે જેથી ચોમાસામાં ગંદા પાણીના તળાવ ભરાઈ અને મચ્છરોનો ઉપદ્રવ વધે તેવી દહેશત લત્તાવાસીઓમાં જોવા મળી રહી છે  તો આ બાબતે  પાલિકાના ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાએ યોગ્ય પગલા ભરવાની ખાતરી આપી હતી.

Comments
Loading...
WhatsApp chat