


મોરબીના નાની બજારમાં આવેલા બહુચર માતાજીના મઢ દ્વારા માતાજીના નવરંગ માંડવાનો પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કિન્નરો દ્વારા આયોજિત ધાર્મિક મહોત્સવમાં મોરબી ઉપરાંત રાજ્યના અને દેશભરના કિન્નરોને આમંત્રિત કરવામાં આવ્યા હોય, મોટી સંખ્યામાં કિન્નરો પધાર્યા હતા. સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ કરવામાં આવ્યું હતું તેમજ બપોરે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. કિન્નરો દ્વારા આયોજિત મહોત્સવમાં ભૂવાના સામૈયા કરીને બાદમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી અને ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.તથા રાત્રીના રાસ ગરબા સાથે ડાકના પ્રોગ્રામ અને મહાપ્રસાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

