


મોરબીમાં વાવડી રોડ પર આવેલી નલીની વિદ્યાલય દ્વારા શાળા પવેશોત્સની અનોખી રીતે ઉજવણી કરવામ આવી હતી.નલીની વિધાલય દ્વારા ભીમ અગીયાસના દિવસે ગાયત્રી હવન સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.વિધાર્થીઓમાં આધ્યાત્મિકતા કેળવાય અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શાળા દ્વારા નવા સત્રના પ્રથમ દિવસે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાલીઓ તેમજ સ્કુલ સ્ટાફે સાથે મળીને વિધાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

