


મધ્યપ્રદેશમાં ખેડૂતો પર થયેલ ગોળીબાર સામે વિરાધ વ્યક્ત કરવા મોરબી જીલ્લા કલેકટર કચેરી સામે આજ રોજ સવારે ૧૦:૩૦ કલાકે દેખાવ અને ધારણા જેવા કાર્યક્રમ કોંગ્રસ દ્વારા યોજવમાં આવ્યો હતો.જેમાં જીલ્લા કોંગ્રસ પ્રમુખ બ્રિજેશ મેરજા,જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જાકાસણીયા,મહિલા કોંગ્રસ પ્રમુખ ક્રિષ્નાબેન પટેલ,યુવક કોંગ્રસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા,આઈ.ટી,સેલ પ્રમુખ પારસ ધકાણ,NSUI પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.તેમજ ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા માગ કરાઈ હતી.

