



પોલીસ પાસેથી મળતી વિગત મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા મયુર જગદીશભાઈ વ્યાસ(ઉ.૨૦)આજે વહેલી સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ લીધો હતો.ઘટનાની જાણ થતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ. માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.યુવાનના આપધાતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વર્યું હતું.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવાન પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે પરંતુ ચિઠ્ઠીમાં શું લખ્યું છે તે હાલ જાણવા મળ્યું નથી.યુવાનને આપધાત ક્યાં કારણોસર કર્યો તે હાલ જાણવા મળ્યું નથી.પોલીસએ આપધાતનો ગુનો નોધી વધુ તપાસ વાંકાનેર પોલીસ મથકના રમજુભાઇ રાયમાં ચલાવી રહ્યા છે

