મોરબી મામલતદાર ને ખેડૂતોનું દેવું માફ કરવા આવેદન આપવમાં આવ્યું

ઠાકોર સેનાના કાર્યકરોએ મોરબીના મામલતદારને લેખિત આવેદન પાઠવીને રજૂઆત કરી છે કે ગુજરાતના ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હજુ સુધી ગામોમાં સિંચાઈ માટે પાણી નથી મળતું, વીજળી નથી મળતી, પાકનો યોગ્ય ભાવ નથી મળતા અને વારંવાર પાક નિષ્ફળ જવા છતાં સરકાર તરફથી કોઈ વળતર ચુકવવામાં આવતું નથી જેથી ખેડૂતના યુવાન દીકરાઓ શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. જેથી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે તાલુકાવડા હોવાથી આ માંગ સરકાર સુધી પહોંચાડી તમામ ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરવામાં આવી છે. અને ૭ જુલાઈ સુધીમાં ખેડૂતોનું દેવું માફ નહિ કરાય તો અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ભૂખ હડતાલ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.

 

Comments
Loading...
WhatsApp chat