



સમસ્ત ભરવાડ તથા રબારી સમાજના મચ્છુ માતાજી અને પુનિયા મામાના પ્રાગટ્યદિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ રથયાત્રા અષાઢી બીજને તા.૨૫ રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે મચ્છુ માતાજીની જગ્યા મહેન્દ્રપરા,શેરી નં-૧૭ માંથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને મચ્છુ માતાજી મંદિર(કોઠે),દરબાર ગઢ પહોચશે.ત્યારબાદ બપોરેના સમયે મહાપ્રસાદ(ફરાળ),ચા-પાણી તેમજ રાત્રીના ૧૦:૦૦ વાગ્યાના સુમારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.ભગત શ્રી ગાંડુંભગત બીજલભગત ગોલતર,શ્રી મચ્છુ મિત્ર મંડળ દવારા લોકોને બહોળી સંખ્યામાં પધારી દર્શનનો લાભ લેવા ભાવ ભયું આમત્રણ પાઠવામાં આવ્યું છે.

