મોરબીમાં આગના વધતા બનાવો, પેપરમિલમાં લાગી આગ

એક જ દિવસમાં બીજા સ્થળે આગનો બનાવ

મોરબી નજીકના નેશનલ હાઈવે પર રોડ સાઈડમાં આજે બપોરના સમયે આગ લાગી હતી. આગને પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડી ગયા હતા. જેથી હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું તો હાઈવે પરની આગ સાથે બીજા બનાવમાં મોરબીના લીલાપર રોડ પર આવેલી ફેક્ટ પેપરમિલમાં આગ લાગતા મોરબી ફાયરની બે ટીમ દોડી ગઈ હતી. પેપરમિલમાં આગ લાગ્યાની માહિતી મળતા મોરબી ફાયરની ટીમના વિનયભાઈ ભટ્ટ સહિતની ટીમ તુરંત દોડી ગઈ હતી  જેને એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. પેપરમિલના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટમાં આગ લાગી હતી જેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગના પગલે કોઈ જાનહાનીના અહેવાલો પ્રાપ્ત થયા નથી જેથી પેપરમિલના સંચાલકો અને ફાયરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.

Comments
Loading...
WhatsApp chat