ઈજનેરી છાત્રોની હોસ્ટેલમાં અનેક સમસ્યા, ઉકેલ માટે અલ્ટીમેટમ

એનવીપી હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એલ.ઈ. કોલેજના પ્રિન્સીપાલ અને જીલ્લા કલેકટરને આવેદનમાં જણાવ્યું છે કે હોસ્ટેલ કેમ્પસ સાર્વજનિક સ્થળ બની ગયું છે. કમ્પાઉન્ડ કેમ્પસની ફક્ત બે બાજુ વોલ છે. બહારના લોકો કેમ્પસનો ઉપયોગ રાહદારી રસ્તા તરીકે કરે છે. જેથી હોસ્ટેલમાંથી મોબાઈલ ચોરી જેવી ઘટનાઓ બની રહી છે. જેથી હોસ્ટેલની ફરતી બાજુ કમ્પાઉન્ડ વોલ બનાવી ત્રણ ફૂટ ફેન્સીંગ કરવામાં આવે, હોસ્ટેલનું રીનોવેશનને બે વર્ષ નથી થયા પરંતુ ટેકનીકલ બેદરકારીને પગલે ખોટા કે અપૂરતા ઢાળને કારણે ટોઇલેટ કે બાથરૂમ વપરાશ લાયક નથી, હોસ્ટેલની એક સાઈડની ટાંકી લીકેજ છે પાણીની ટાંકી ખુબ જ જૂની હોવા છતાં રીનોવેટ કરાય નથી. બીજી સાઈડની પાણીની ટાંકીની કેપેસીટી કુલ પાણીના વપરાશ કરતા અડધી છે. હોસ્ટેલમાં રેગ્યુલર સફાઈ થતી નથી. વગેરે પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપી ગયો છે. જેથી આવેદન પાઠવીને આ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ૨૦ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે અને સમસ્યાના ઉકેલ નહિ આવે તો વિદ્યાર્થીઓ હડતાલ પર જવા મજબુર બનશે તેમ જણાવ્યું છે.

 

 

Comments
Loading...
WhatsApp chat