મોરબી નજીકની કઈ ફેક્ટરીમાં લાગી આગ, જાણો અહી

પેકેજીંગના યુનિટમાં આગ લાગતા નાસભાગ

મોરબી નજીકના રફાળેશ્વર જીઆઈડીસી ખાતે આવેલા મેગ્નમ પેકેજીંગ નામના યુનિટમાં આજે બપોરના સમયે ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી. પેકેજીંગ યુનિટના પેકિંગ વિભાગમાં બપોરના અરસામાં લાગેલી આગ અંગે જાણ થતા ફાયર વિભાગના વિનય ભટ્ટ અને તેની ટીમ ફાયરની એક ગાડી સાથે સ્થળ પર પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવીને તુરંત આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે પેકિંગ વિભાગમાં પડેલા માલને નુકશાન પહોંચ્યું હતું જોકે આગ લાગવાનું કારણ હાલ જાણી સકાયું નથી.

 

 

પેકેજીંગ યુનિટમાં આગ લાગતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ
Comments
Loading...
WhatsApp chat