


ગુજરાત રાજ્યના કોંગ્રેસના સહપ્રભારી રાજીવ સાતવ મોરબીની મુલાકાતે આવ્યા હતા જ્યાં જીલ્લા કોંગ્રેસ ના આગેવનો તેમજ કાર્યકરો સાથે બેઠક યોજી હતી.મોરબીમાં કોંગ્રેસના કાર્યકરો સાથેની બેઠકમાં રાજીવ સાતવે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓની તૈયારી અંગે ચર્ચા કરી હતી તેમજ કાર્યકરો સાથે વિવિધ રણનીતિ અંગે વાતચીત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના સહપ્રભારી રાજીવ સાતવને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી પક્ષ દ્વારા સોપવામાં આવી છે જેથી સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાના પ્રવાસ તેઓ કરી રહ્યા છે. મીડિયા સાથે વાતચીત કરતા રાજીવ સાતવે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ બે તૃતીયાંશ બહુમતીથી વિજયી બનશે. કોંગ્રેસ પક્ષની તરફેણમાં હવા હોવાનું પણ તેમને જણાવ્યું હતું. રાજ્યની જનતાએ કોંગ્રેસને વિજયી બનાવવાનો નિશ્ચય કર્યો હોવાનું અંતમાં જણાવ્યું હતું.તેમજ મીડીયા જયારે કોંગ્રેસ ના જુથવાદ અગે પૂછતા તેમણે કહ્યું હતું કે આ વખત જુથવાદ નહી દેખાય લોકો જેન પસદ કરે તેને ટીકીટ આપ્સુ આગેવનો કેહવાથી ટીકીટ નહી અપાય અને શકરસિંહ ભાજપ માં જોડવાની વાતનો ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને ભાજપ એક પણ વચન પૂરું કર્યું નથી અમે ગુજરાત માં પંજાબ ની રણનીતિ થી કામ કરશું પણ કોંગ્રેસ જુથવાદ માંથી કેટલું ઓછુ થશે તે તો આવનારો સમય જ કહી શકશે .

