મોરબી નજીક ટ્રક ડીવાઈડર પર ચડી, જાણો ક્યાં ?

ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર ચડી

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર અકસ્માતોની વણઝાર ચાલુ જ છે. પુરપાટ ગતિએ દોડતા લોડેડ વાહનો અનેક અકસ્માતો સર્જતા રહે છે. છેલ્લા બે દિવસથી રાત્રીના ટ્રકો અને કન્ટેનરના અકસ્માતના બનાવ બાદ આજે બપોરે પણ અકસ્માત જોવા મળ્યો હતો જેમાં મકનસર નજીકથી પસાર થતો ટ્રક ડિવાઈડર પર ચડી ગયો હતો. હાઈવે પર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ વધારવું જોઈએ તેવી માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat