રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યા કરનાર ક્યાંથી ઝડપાયા?

હત્યારા ત્રણ સહિતના ચાર આરોપીને અંતે દબોચી લેવાયા

મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારના રહેવાસી કાનો વાસુદેવ ચૌહાણ (ઉ.વ.૧૯) નામનો રાવળદેવ યુવાન તેના મિત્ર કલ્પેશ મકવાણા સાથે ઘર નજીક ઉભો હોય ત્યારે ત્રણ  શખ્શો છરીના ઘા ઝીંકી યુવાનની નિર્મમ હત્યા નીપજાવી ફરાર થયા હતા જે મામલે મૃતક યુવાનના મિત્ર કલ્પેશ કાન્તિલાલ મકવાણા રહે. રામકૃષ્ણનગર વાળાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી લાલો છગન કોળી, રામો રાજુ ચાવડા અને લાલો મનુભા દરબાર રહે. ત્રણેય રામકૃષ્ણનગર વાળા મૃતક યુવાન કાનજી ઉર્ફે કાનો વાસુદેવ રાવળદેવ પાસે વાપરવાના પૈસા માગતા હોય જે આપવાની ના કહેતા છરી વડે હુમલો કરી તેના મિત્રની હત્યા નીપજાવી છે. યુવાનની હત્યા અંગે ગુન્હો નોંધાયા બાદ બી ડીવીઝન પોલીસે હત્યારાઓને ઝડપી લેવા તપાસ ચલાવી હતી જોકે હત્યાના પાંચ દિવસ સુધી આરોપીઓઓ પોલીસને હાથતાળી આપીને નાસતા ફરતા હતા જે આજે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરના શક્તિ ચેમ્બર નજીકથી હત્યા કરનારા આરોપી લાલો છગન કોળી, રામો રાજુ ચાવડા અને લાલો મનુભા દરબાર તેમજ આરોપીઓને મદદગારી કરનાર શખ્શ સલમાન દાદુ પિંજારા એ ચાર આરોપીને ઝડપી લઈને તેના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat