મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાએ જાહેર માર્ગો પરથી ૩૫૦૨ રખડતા પશુઓ પકડ્યા

 

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી અને મહાપાલિકાની ANCD શાખા દ્વારા જુલાઈ ૨૦૨૬ સુધીમાં ૩૫૦૨ પશુને પકડીને ગૌશાળા અને પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે

 

તે ઉપરાંત મોરબી મનપાની ANCD શાખા દ્વારા ૩૦૬ પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે  સાથે જ ૩૩ લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે. આ ઉપરાંત ૪૯ નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કર્યું છે. પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કુલ ૨૯૨૦ પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે. અને RFID તથા Taggingની કામગીરી આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા યથાવત રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.