રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીએ જેતપર ઉપવાસી છાવણીની મુલાકાત લીધી,આંદોલનકારીઓને આશીર્વાદ આપ્યા

 

રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીએ જેતપર ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી અને આંદોલનકારીઓને આશીર્વાદ આપ્યા છે તેમજ અન્ન્દાતાઓની પીડા જોઇને સંવેદના વ્યક્ત કરી હતી

જેતપર ગામે વીજલાઈન નાખવાના વિરોધમાં ખેડૂતો આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે આંદોલન છાવણીની રામધન આશ્રમના ભાવેશ્વરીદેવીએ મુલાકાત લીધી હતી ખેડૂતોને પોતાનું સમર્થન અને આશીર્વાદ પાઠવ્યા હતા ભાવેશ્વરીદેવીએ જણાવ્યું હતું કે હરિદ્વારથી આવ્યા બાદ તેમની તબિયત સારી ના હતી અને ડોકટરે બોલવાની ના પાડી છે પરંતુ ઉપવાસ પર બેઠેલા ખેડૂત દીકરા-દીકરીઓની પીડા જોઇને એક સાઘુ તરીકે ફરજ બજાવવા અહી આવ્યા છે જે કોઈ ખેતી કરે છે તે ધરતી માતાના સંતાનો છે જગતમાં જો અનાજ જ નહિ હોય તો ગમે તેટલા રૂપિયા કે સોનું હોય તે ખાઈ શકશે નહિ માણસને જીવવા માટે અંતે તો બે રોટલીની જરૂર પડે છે જેથી અન્ન્દાતાઓની પીડા સૌએ સમજવી જોઈએ

તેમજ ભાવેશ્વરીદેવીએ જવાબદાર લોકોને અને તંત્રને અપીલ કરતા જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવે ખેડૂતોને ન્યાય મળે તે માટે પરમાત્માને પ્રાર્થના કરી હતી તેમજ અંતમાં માં ઉમિયાને પ્રાર્થના કરી હતી કે ભૂખ હડતાલ પર બેસેલ ખેડૂતોને માતાજી શક્તિ પ્રદાન કરે અને તેઓ પોતાની લડતમાં મક્કમ રહી સકે

Leave A Reply

Your email address will not be published.