

મોરબી મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી પૂર્ણ થઇ છે જેમાં ભાજપે તમામ ૫૨ બેઠકો જીતી ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું અને ચુંટણી જીતી લીધા બાદ હવે મેયર અને ડેપ્યુટી મેયર ચુંટણી માટે આગમી મંગળવારે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મહિલા કમિશ્નર સંગીતા રૈયાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની પ્રથમ બેઠક તા. ૨૬ ના રોજ સવારે ૧૧ કલાકે મહાનગરપાલિકા કચેરીના બીજા માળે સભા હોલમાં મળશે જેમાં ચૂંટાયેલા કોર્પોરેટરો પૈકી અઢી વર્ષની મુદત માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણી કરવામાં આવશે તમામ સદસ્યોને એજન્ડાની બજાવણી કરવામાં આવી છે તે ઉપરાંત મોરબીના કમિશ્નર તરીકે મોરબી શહેરને સુંદર, સ્વચ્છ અને રળીયામણું બનાવવાની પ્રાથમિકતા રહેશે જે માટે તેઓ સ્વચ્છતા ડ્રાઈવ શરુ કરાવશે સાથે જ ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે જેથી ચોમાસાની સીઝનમાં નાગરિકોને મુશ્કેલી સહન કરવી ના પડે. તે ઉપરાંત ૧ તારીખ બાદ વોર્ડ વાઈઝ રાત્રી સભાનું આયોજન દર સપ્તાહે કરવામાં આવશે અને સ્થળ પર જ નાગરિકોની સમસ્યાના ઉકેલ માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી



