ભાજપે જીતેલી મોરબી જીલ્લા પંચાયતમાં કાલે કોંગ્રેસના ગીતાબેન દુબરિયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાશે ?
કાલે પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટણી : પ્રમુખ પદ માટે કોંગ્રેસમાંથી માત્ર એક જ ફોર્મ ઉપપ્રમુખ ચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો મેદાને


મોરબી જીલ્લા પંચાયત જંગ ભાજપે જીતી લીધો છે અને પોતાનો ગઢ જાળવી રાખવામાં ભાજપે સફળતા મેળવી છે જોકે પ્રમુખ પદ સેડ્યુલ ટ્રાઈબ માટે અનામત હોય અને ભાજપ ઉમેદવાર નેકનામ બેઠક પરથી હારી જતા કોંગ્રેસમાંથી જીતેલા ગીતાબેન દુબરિયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે કારણકે પ્રમુખ પદ માટે માત્ર ગીતાબેન દુબરિયાએ ફોર્મ ભર્યું છે જયારે ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના એક એક ઉમેદવાર મેદાને છે
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ પદ માટે ગીતાબેન દુબરિયાનું એક માત્ર ફોર્મ ભરાયું છે જેથી તેઓ બિનહરીફ ચૂંટાઈ આવશે તો ઉપપ્રમુખ માટે ભાજપમાંથી વિપુલભાઈ કરશનભાઈ ગરચર અને કોંગ્રેસમાંથી ઈસ્માઈલ ફતેભાઈ શેરશીયાએ ફોર્મ ભર્યું છે જેથી ઉપપ્રમુખ માટે ચુંટણી કરવામાં આવશે જોકે ભાજપ પાસે બહુમતી હોવાથી ઉપપ્રમુખ ચુંટણીમાં ભાજપ ઉમેદવાર ચૂંટાઈ આવે તેવી શક્યતાઓ વધુ છે જોકે ભાજપની જીત છતાં પ્રમુખ પદ માટે અઢી વર્ષ સુધી કોંગ્રેસના ગીતાબેન દુબરિયા બિરાજમાન થશે અને તેના અધ્યક્ષસ્થાને જ જીલ્લા પંચાયતની બેઠકો મળશે



