માળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો ઇસમ માળિયા કોર્ટ પાસેથી ઝડપાયો




માળિયા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસતા ફરતા ઈસમને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે માળિયા કોર્ટ બાજુમાં ગોલાઈ પાસેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ જીલ્લાના નાસતા ફરતા, પેરોલ જંપ અને ફરારી આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડા (ઉ.વ.૩૭) રહે માળિયા વાળો હાલ માળિયા કોર્ટની બાજુમાં ગોલાઈ વાળા રોડ પર ઉભો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે માળિયા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે