Billboard ad 1150*250

ચોમાસામાં રોગમુક્ત રહેવા શું કરવું ? નિષ્ણાતોની ઉપયોગી ટીપ્સ જાણો અહી

મોરબીના ડો. જયેશભાઈ-મનીષભાઈ સનારીયાએ આપી ટીપ્સ

0 416
Post ad 1

હાલ ચોમાસાની ઋતુ ચાલે છે જેમાં વરસાદને પગલે થતા કાદવ કીચડ, ઋતુમાં ફેરફાર અને પાણી જન્ય રોગોનું પ્રમાણ વધતું હોય છે આવી સ્થિતિમાં પાણીજન્ય રોગો થવાની ભીતિ રહે છે ત્યારે ચોમાસાની ઋતુમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા મોરબીના નિષ્ણાંત ડોક્ટર જયેશભાઈ સનારીયાએ રામબાણ ઈલાજ જણાવ્યા છે જે સૂચનાઓનું પાલન કરવાથી નાગરિકે હોસ્પિટલ જવાની જરૂરત રહેતી નથી.

ચોમાસાની ઋતુમાં ન્યુમોનિયા, ભરણી, અસ્થમા, શરદી, ઉધરસ તેમજ ઠંડી લાગવી જેવા રોગો સામાન્ય રીતે થતા હોય છે. પાણીજન્ય આ રોગોથી લોકોને બચવા માટે શું કરવું તે તમામ માહિતી આપવામાં આવી છે. રોગ અને તેના લક્ષણો અંગે ડોક્ટર જયેશભાઈ સનારીયાએ માહિતી આપવા ઉપરાંત તેનાથી બચવાના રામબાણ ઈલાજ પણ જણાવ્યા છે.

 

ચોમાસાની ઋતુમાં કઈ રીતે સ્વસ્થ રહેવું?

 

‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત અનુસાર આરોગ્યમયી જીવન જીવવું. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગ થવાની ભીતિ રહે ત્યારે ક્યાં ક્યાં રોગ થાય, તેના લક્ષણો અને ડોક્ટર પાસે સ્વસ્થ રહેવાના નુસખા જાણીએ.

-> ચોમાસામાં થતા રોગ અને તેના લક્ષણો:

– ન્યુમોનિયા, ભરણી, અસ્થમા: શરદી, ઉધરસ, ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ, કણસવું, ખેંચી ખેંચીને શ્વાસ લેવો.

– મરડો, ઝાડા: પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી, સંડાસમાં લોહી નીકળવું.

Post ad 2

– કમળો: પેશાબ પીળો, તાવ આવવો, ઉબકા, ઉલટી થવી.

– ટાઇફોઇડ: મોઢું કડવું થવું, ભૂખ ન લાગવી, સતત તાવ, પેટમાં દુખાવો, ઉલટી થવી.

– મેલેરિયા, ડેન્ગ્યુ: તાવ આવવો, માથું દુખવું, શરીરનો વજન લાગવો, ઠંડી લાગવી, આંખો દુઃખવી, ચામડી લાલ થવી.

– કૃમિરોગ: મળમાર્ગમાં બળતરા, જીવાત પડવી, લોહીના ટકા ઘટવા, સફેદ ડાઘ પડવા.

– ગુમડા, દાદર: સફેદ ફોડલી થવી, લાલ રંગના ચકરડા થવા, ખંજવાળ, ચામડીમાં બળતરા થવી.

-> રોગમુક્ત થવાના ઉપાયો:

– મોરબી આઈએમએ ડો. મનિષ અનારીયાએ જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝનમાં રોગ થવાની શક્યતા ખૂબ જ હોય છે. તેથી થોડી ખાણી પીણી, વ્યક્તિગત ચોખ્ખાઈ અને પાણીની શુદ્ધતા પર ધ્યાન રાખવામાં આવે તો મોટાભાગના રોગોથી બચી શકાય છે. સૌ પ્રથમ ઘરમાં ચોખ્ખી હવા, ગરમ પાણી પીવું, પુરા કપડાં પહેરવા જોઈએ.

– ડો. જયેશ અનારીયાએ જણાવ્યું હતું કે, મચ્છરથી રોગ થતા અટકાવવા પાણી ભરેલા વાસણ, ટાંકા નિયમિત સાફ કરવા, મચ્છરદાની નો વપરાશ કરવો, આખી બાયના કપડાં પહેરવા જોઈએ.

 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat