

મોરબીની એલ.ઈ. કોલેજમાં મેસ ચલાવતા પી.સી.પટેલ નામના યુવાન પોતાના ધંધા વ્યવસાય ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિ માટે પણ જાણીતા છે જે લક્ષ્મીનગર ખાતે આવેલી નેત્રહીન બાળકોની સંસ્થાના બાળકો માટે વિવિધ આયોજન કરી તેમના ચહેરા પર સ્મિત લાવવા કાર્યરત છે. પોતાના મેસમાં બાળકોને ભાવતા ભોજનીયા કરાવવા માટે સંસ્થાના ૧૨૦ દિવ્યાંગ બાળકોને લઇ આવવામાં આવ્યા હતા જ્યાં તેમને અનેક વાનગીઓ પીરસીને ભરપેટ ભોજન કરાવ્યું હતું તો આંખેથી જોઈ ના સકતા સ્પેશ્યલ બાળકોની ટીમો બનાવીને ક્રિકેટની મેચ પણ યોજી હતી. દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા એલ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓ તથા સરદાર પટેલ ગ્રુપના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દિવ્યાંગ બાળકોની અદભુત રમત નિહાળી સૌ કોઈ અભિભૂત થયા હતા દિવ્યાંગ બાળકો માટે રમતનું આયોજન કરનાર પી.સી.પટેલ નામના યુવાન જણાવે છે કે પોતે કોલેજમાં મેસ ચલાવવા સાથે નિરાધાર બાળકોને ખુશી આપવા કાર્યરત છે. નેત્રહીન બાળકો માટે વર્ષમાં ત્રણ વાર આયોજન કરે છે જેને ભોજન કરાવીને તેના માટે રમત સ્પર્ધા યોજવામાં આવે છે જેથી તેમના ચહેરા પર સ્મિત રેલાઈ જાય છે અને તે આપવાનો આનંદ અનુભવી સકે છે.