મોરબીમાં પુનમ મોબાઈલ દુકાના તાળા તૂટ્યા : ૧૫૦ થી વધુ મોબાઈલ ની ચોરી

મોરબીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અવારનવાર ચોરોના બનાવો બનતા રહે છે છતા તંત્ર દ્વારા કોઈ નિષ્ક્રિય પગલાં લેવામાં આવતા નથી એવામાં મોડીરાત્રીના નહેરુ ગેટ નજીક આવેલ પૂનમ મ્યુઝીક નામની મોબાઈલની દુકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા.સવારમાં દુકાન માલિકને જાણ થતા દુકાન માલિક દુકાન પર દોડી આવી દુકાનમાં જોતા તસ્કરોએ દુકાનનું સટર તોડી ૧૫૦થી વધુ મોબાઈલ અને સીસીટીવી સીડીઆર ચોરી ગયા હતા.દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat