



ટંકારા તાલુકામાં શનિવારે પાંચ કલાકમાં અંદાજે 12 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોની મુશ્કેલી વધી છે. સમગ્ર તાલુકો અસરગ્રસ્ત બનતા ભાજપના સાંસદ મોહન કુંડરિયા, ધારાસભ્ય બાવનજી મેટલીયાએ રાજકોટ કલેકટર, મોરબી કલેક્ટર અને ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરી તાત્કાલિક રાહત કામગીરી માટે રજુઆત કરી હતી. તંત્રએ તાત્કાલિક એનડીઆરાએફ, ફાયરબ્રિગેડને રાહત કામગીરી માટે આદેશ આપ્યો હતો. આ કામગીરીમાં પાર્ટીના આગેવાનો,બીપીન પ્રજાપતિ અને સેવાભાવીઓ સાથે મળીને 14 વ્યક્તિનો બચાવ કર્યો હતો.

