મોરબી-માળિયાના ક્રાઈમના સમાચાર

વાહન અકસ્માતમાં યુવાનને ઈજા

મોરબીના ભડીયાદ કાંટા નજીકના રહેવાસી ભાવેશભાઈ કેશવજીભાઇ વાણીયા જાતે વણકર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ભડિયાદ રોડ પર તે રોડની સાઈડમાં ઉભા હતા તાય્રે કાર નં જીજે ૦૩ જીએ ૭૪૭૧ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી ફરિયાદી ભાવેશ વાણીયા નામના યુવાનને ઠોકર મારી યુવાનને ઈજાઓ પહોંચાડી નાસી ગયો છે. એ ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

મકનસર નજીક અકસ્માતમાં સગીરનું મોત

મોરબીના મકનસર ગામના ગોકુલનગર વિસ્તારના રહેવાસી વિરમભાઇ ઓલાભાઈ આલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મકનસરનો રમેશ અંબાલાલ આલ નામનો ૧૬ વર્ષનો સગીર મકનસર નજીક હાઈવે પર રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહને તેને ઠોકર મારતા તેનું મોત નીપજ્યું છે જયારે વાહન ચાલક નાસી ગયો છે.

યુવાન છરી સાથે ઝડપાયો

મોરબી બી ડીવીઝન પોલીસ રાત્રના પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇન્દીરાનગર નજીકથી પસાર થતો યુવાન કર્ષદ ઉર્ફે અયો ગોરધન કુવરીયા કોળી રહે. મોરબી ૨ ઈ૮ નગર વાળાને રોકી તેની તલાશી લેતા તેને પેન્ટના પાછળના ભાગેથી છરી મળી આવતા પોલીસે તેને ઝડપી લઈને જીલ્લા મજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

રફાળેશ્વર ગામના યુવાનને ધમકી

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ખોડાભાઈ જગાભાઇ પાંચિયા (ઉ.વ.૩૫) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ગામના લીલા ખેંગાર ગમારા ભરવાડે ગામમાં પાણી ઘણા દિવસથી આવતું ના હોય ઉપલા લેવલે રજૂઆત કરતા હોય જે આરોપીને નહિ ગમતા તેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તાલુકા પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે.

મહિલાને બે શખ્શોએ માર માર્યો

માળિયાના વવાણીયા ગામના રહેવાસી નીતુબેન કિશનભાઈ ખીમાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિને સમજાવતા હતા ત્યારે તેના પતિ કિશન કુવરજી ખીમાણી અને પ્રવીણ કુવરજી ખીમાણી એ બંને શખ્શોએ તેને ઢીકા પાટું માર મારી હાથમાં બેટ વડે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળિયા પોલીસે પતિ સહિતના બે સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

 

Comments
Loading...
WhatsApp chat