



ઓલ ઈન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રુપ દ્વારા ૨૧ જુન બુધવારનાં રોજ મોરબી જિલ્લામાં જિલ્લા પ્રમુખની નિમણુક અને કારોબારી મિટીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઇન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રુપના પ્રમુખ અંબારામ ભાઈ અને ઇલેશભાઈએ હાજર રહી મોરબી જિલ્લા પ્રમુખ તરીકે ગણેશભાઈ નકુમ, મહામંત્રી વિજયભાઈ સતવારા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ નકુમ, દિનેશભાઈ પરમાર, રાજેશભાઈ કંઝારિયા, હિતેશભાઈ હડીયલ, મંત્રી વિજયભાઈ પરમારની નિમણુક કરવામાં આવી હતી. જેમને શુભેચ્છા આપવા માટે મોરબી નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન કંઝારિયા, કાઉન્સીલર ભાવેશભાઈ કંઝારિયા, અરજણભાઇ કંઝારિયા, હરજીવનભાઈ પરમાર, કે કે પરમાર, કાનજીભાઈ નકુમ, વિરજીભાઈ ચાવડા તથા જયસુખભાઇ સોનાગ્રા તેમજ સતવારા સોનાપૂરી ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ કંઝારિયા, મોરબી સતવારા કર્મચારી મંડળના પ્રમુખ શ્મહેશભાઈ, સતવારા, સી.એ. એસોસીએશનના પ્રમુખ નાનાલાલ હડીયલ, માધાપર ઓ.જી.ના સરપંચ ચંદ્રેશભાઇ હડીયલ તથા હળવદથી પધારેલા આમંત્રિત મહેમાનો હાજર રહી બધા યુવા હોદ્દેદારોને પ્રોત્સાહન આપી ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

