મોરબીમાં મઝદૂર સંઘે કર્મચારી હિતલક્ષી કેવી કરી રજૂઆત?

મોરબી:અખિલ ભારતીય મઝદૂર સંઘનું ત્રિવાર્ષિક સંમેલન કાનપુર ખાતે મળ્યું હતું. જે દરમિયાન સંમેલનમાં મઝદૂર લક્ષી કાયદામાં ફેરફાર કરવામાં આવે તે બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. બેઠકમાં નક્કી થયા મુજબ 22 અને 23મી જૂને ગુજરાતભરમાં કલેકટરને આવેદન આપવાનું છે. જેમાં મોરબી જિલ્લામાં મઝદૂર સંઘના પ્રમુખ મુકેશ શુક્લની આગેવાનીમાં કલેકટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં બોર્ડ અને નિગમમાં 7 મુ પગારપંચ લાગુ કરવું, કોન્ટ્રાક્ટ પ્રથા, ફિક્સ વેતન પ્રથા નાબુદ કરવી, રોડ ટ્રાન્સપોર્ટ અને સેફ્ટી બીલનો અમલ કરવો, આંગણવાડી કર્મચારીને સરકારી જાહેર કરવા, 15000 લઘુતમ વેતન જાહેર કરવો, કર્મચારીને સામાજિક સુરક્ષા પ્રદાન કરવી, નિવૃત કર્મચારીને મેડિકલ પોલીસી બતાવવી, દરેક રોજમદારને દોલતભાઈ પરમાર કમિટીના લાભ આપવા, મેરિટાઇમ બોર્ડને સ્વાયત જાહેર કરવું, જિલ્લામાં નાયબ શ્રમ કમિશ્નરની ખાલી જગ્યા તાત્કાલીક ભરવી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીને પૂરેપૂરું લઘુતમ વેતન આપવું સહિતની વિવિધ માંગણીઓએ સત્વરે ઉકેલ લાવવા રજૂઆત કરી છે
Comments
Loading...
WhatsApp chat