મોરબી નજીક નર્મદાની બ્રાંચ કેનાલ કેમ કરાય બંધ જાણો અહી ?

મામલતદાર અને નર્મદા કેનાલના અધિકારો સ્થળે પોહ્ચ્યા

મોરબી પાસેના શાપર પાસે જુના કપડાનું વેચાણ કરવા આવેલ પરિવારનો ૭ વર્ષનો દીકરો સાહિલ વિજય દેવીપુજક નામનું બાળક આજે બપોરના સમયે શાપર નજીકની કેનાલમાં અકસ્માતે પડ્યો હતો. જેમાં સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે સાહિલ નામનું બાળક તેના મમ્મી શાકભાજી લેવા જતા હોય જેની પાછળ જતો હતો ત્યારે અકસ્માતે કેનાલમાં પડી જતા ગામના જાગૃત યુવાન યુવરાજસિંહ જાડેજા સહિતના લોકો સ્થળ પર પોહ્ચ્યા હતા અને બાળકને બચાવવા પ્રયાસો શરુ કર્યા હતા પણ બાળક પતો નહી લાગતા મોરબી ફાયર ટીમ પણ દોડી ગઈ હતી ફાયરની ટીમના તરવૈયાઓએ બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું પણ મોડી રાત સુધી બાળકની કોઈ ભાળ ન મળતા અંતે તંત્રે રાત્રીના અઢી વાગે કેનાલ બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને આજે સવારે પાણી કેનાલમાં ઓછું થયું હતું અને રાજકોટ- મોરબીના તરવૈયાઓએ તેની શોધખોળ શરુ કરી હતી વેહલી સવારથી મામલતદાર મગન કૈલા અને નર્મદા કેનાલના અધિકારો સહિતનો સ્ટાફ ત્યાં પોહચી ગયો હતો  જોકે ગઈકાલે ડૂબેલા બાળકનું આજ સુધી કોઈ પતો લાગ્યો નથી

Comments
Loading...
WhatsApp chat