



કાદેરીયા હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને કાદેરીયા યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત તેજસ્વી તારલાઓ નુ સન્માન સમારોહ અને સમાજને પ્રેરણાદાયક કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી હતી. કાદેરિયા વાડી વિસ્તાર આયોજિત સતવારા સમાજના તેજસ્વી તારલા નું સન્માન સમારોહ સાત વાડી વચ્ચે આ આયોજન કરેલ છે .ધોરણ ૧થી૧૨ સુધીના કુલ ૧૭૦ વિધાર્થીઓ ને સીલ્ડ આપી ને સન્માન કરવામાં આવ્યું હતું.. તથા બેટી બચાવો નાટક તેમજ સ્વચ્છ ભારત અભિયાન વિશિષ્ટ નાટક સતવારા સમાજ ની છોકરી ઓ એ નાટક કરીયું હતું તેમજ સઁસ્કૃત ડાન્સ કરી સમાજ ને એક ઍવી પ્રેરણા આપી હતી કે સમાજ ના દરેક વિધાર્થીઓ અભિયાસ કરી ને આગળ વધવા માટે ની એક પ્રેરણા આપી હતી .કાદેરીયા યુવા મિત્ર મંડળ ના પ્રમુખ શ્રી રાજેશભાઈ પરમાર તેમજ ઉપ પ્રમુખશ્રી પ્રભુભાઈ પરમાર તથા દરેક સભ્ય કાર્યકમ ને સફળ બનાવા જહેમત ઉઠાવી હતી .

