મોરબીમાં મેચ પહેલાનો જામ્યો માહોલ, રસ્તા સુમસાન બન્યા

ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારત પાકિસ્તાનને પછાડે એવી ચાહકોની પ્રાર્થના

મોરબી:ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. બે વાગ્યે શરૂ થનારી રોમાંચક મેચની પૂર્વ તૈયારીઓ મોરબીવાસીઓએ કરી દીધી છે. બપોરના સમયે શહેરના રસ્તા સાવ સુમસાન બન્યા હતા. મેચના દીવાના ટીવીનો રીમોટ હાથમાં લઈ રાહ જોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓની કસોટી લેવાતી હોય તેમ દરેક પળ કિંમતી થતી જાય છે. સૌ મિત્રો રજાના દિવસે સાથે મળીને મેચ જોવાનું ગોઠવી નાખ્યું છે.
Comments
Loading...
WhatsApp chat