મોરબીના ૨ ઉદ્યોગકારઓ લંડનમાં ડંકો વગાડ્યો

લેક્સેસ અને મિલેનિયમ ગુપ ના યુવા ઉદ્યોગપતિઓ નું થયું સન્માન

મોરબી જિલ્લાનાં પેઢીઓ જૂના ઉદ્યોગકારો વર્ષોથી પોતાનાં વિચારોવસ્તુઓ અને સેવાઓનાં વેચાણ અને આયાત-નિકાસથી વિશ્વભરમાં ખ્યાતિ પામતાં આવ્યા છે એ અવસરે લંડનમાં સમગ્ર મોરબી જિલ્લાને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતી ઘટના બની છે. મોરબીનાં યુવા ઉદ્યોગ સાહસિક હિતેશ દેત્રોજાનું લંડનમાં રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ ઍવોર્ડથી લેક્સસ ગ્રેનાઈટો ઈંડિયા લિમિટેડએ સમ્માન કરી શિલ્ડ અને સર્ટીફિકેટ આપ્યું છે. તેમજ મીલેનીયમ ગ્રુપના રાકેશભાઈ કોરડીયાને પણ એવોર્ડ એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

લંડન ખાતે આયોજિત રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ કાર્યક્રમમાં મોરબીનાં યુવા ઉદ્યોગપતિ હિતેશ દેત્રોજાની ઔદ્યોગિક ક્ષેત્રે અસામન્ય પ્રતિભા અને આવડત સાથે સફળ મેનેજમેન્ટ અને પ્લાનિંગ વર્કનાં પરિણામ સ્વરૂપે વિશ્વસ્તરે પ્રગતિ પામતાં તારલાનો રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ એવોર્ડ એનાયત થયો છે. પોતાના ક્ષેત્રમાં કરેલી વિશિષ્ટ કામગીરી બદલ હિતેશ દેત્રોજાને રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડનો ઍવોર્ડ લંડન ખાતે મળતા સમસ્ત દેત્રોજા પરિવાર અને મોરબી જિલ્લાનું નામ વૈશ્વિક સ્તરે રોશન થયું છે. તેમજ મોરબીના યુવા ઉદ્યોગપતિ રાકેશભાઈ કોરડીયાને પણ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન મળતા બંને યુવા ઉદ્યોગપતિઓઈ મોરબીનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat