


મોરબી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અજયભાઇ લોરિયાના ઘરે ખુશીનો અવસર હતો.લોરિયા પરિવારની લાડવાઈ દીકરી તેમજ અજયભાઇ લોરિયાની બહેનના લગ્નમાં કિર્તીદાન ગઢવીએ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.લોરિયા પરિવારની લાડકી દીકરી જિંક્લના તા.21ને રવિવારના બંધન પાર્ટી પ્લોટ,નન્હૈ વાવડી,સતનામ ગૌશાળા સામે યોજવામાં આવ્યા હતા.જેમાં રાજકીય,સામાજિક તથા અન્ય ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ડાયરાના વિખ્યાત કલાકાર કિર્તીદાન ગઢવીએ પોતાની પત્ની સાથે ઉપસ્થિત રહી લોરિયા પરિવારની ખુશીમાં ચારચાંદ લગાવી દીધા હતા.મોરબી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અને કિર્તીદાન ગઢવી વચ્ચે મિત્રતા બંધાયેલી છે.આ મિત્રતાના સંબંધે લગ્નમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહી તથા લોકાલાગણીને માં આપીને “મારી લાડકી”ગીત ગાઈ લોરિયા પરિવારની તેમજ હાજર મહેમાનોની ખુશીમાં વધારો કર્યો હતો.



