


મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાનું તેના ઘરેથી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે જેમાં સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી જુનેદ યાકુબ ભટ્ટી રહે. પોસ્ટ ઓફીસ પાછળ સુરેન્દ્રનગર વાળો તેની ૧૬ વર્ષની સગીર દીકરીને ગત તા. ૧૭ ના રોજ સવારે ઘર નજીકથી લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયો છે. મોરબી બી ડીવીઝન પોલીસે સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

