

મોરબી માર્કેટિંગ યાર્ડના ડીરેક્ટર આપાભાઈ કુંભારવાડિયાનો આજે જન્મદિવસ છે. તા. ૨૦-૦૬-૧૯૬૩ ના રોજ જન્મેલા આપાભાઈએ આજે તેમના જીવનના ૫૪ વર્ષ પૂર્ણ કરીને ૫૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. માર્કેટિંગ યાર્ડના ડીરેક્ટર હોવા ઉપરાંત આપાભાઈ મોરબી નાગરિક સહકારી બેંકમાં પણ ડીરેક્ટર તરીકેની જવાબદારીનું વહન કરી રહ્યા છે તે ઉપરાંત તેઓ આહીર સમાજના ઉપપ્રમુખ તરીકે અને સામાજિક કાર્યકર તરીકે સેવાઓ આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમનો પરિવાર, તેમના મિત્રો, સગા સ્નેહીઓ શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે. તેમના મોબાઈલ નંબર ૯૯૦૯૦ ૩૬૦૦૨ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.