


મોરબી જીલ્લાના નવા આવેલા ડીડીઓ એસ.બી.ખટાણાએ ચાર્જ સંભાળતાની સાથે જ મોરબી જીલ્લાનો પ્રવાસ શરુ કર્યો છે. અગાઉ સુરેન્દ્રનગરમાં જવાબદારી સાંભળી હોવાથી હળવદ વિસ્તારથી પરિચિત છે જયારે મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર અને માળિયા તાલુકાની મુલાકાતો લઈને વિવિધ પ્રશ્નો જાતે સાંભળી તેના નિરાકરણ માટેના પ્રયાસો કરી રહ્યા છે. મોરબી પંથકમાં ઓદ્યોગિક વિકાસને કારણે પરપ્રાંતીય મજૂરોની સંખ્યા વધી રહી છે જે વિસ્તારમાં મચ્છરના ઉપદ્રવ વધતા હોવાથી મેલેરિયા જેવા રોગો વધી રહ્યા છે ત્યારે મેલેરિયા મુક્ત ગુજરાત ૨૦૨૨ ના મિશન અંતર્ગત જીલ્લાના ડીડીઓએ મોરબી જિલ્લાને મેલેરિયા મુક્ત બનાવવા માટેની નેમ લીધી છે. ડીડીઓ એસ.બી. ખટાણા તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાએ જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ સાથે મીટીંગ યોજી હતી જેમાં મેલેરિયા સામે લડત આપવા માટે કેટલાક આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યા છે. જીલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં મેલેરિયા મુક્ત જીલ્લો બનાવવા લેવાયેલા નિર્ણયમાં દરેક વિભાગના વડાએ પોતાની કચેરી ઉપરાંત પોતાના હસ્તકની કચેરીઓમાં પાણીનો ભરવો ના રહે અને મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવાનો રહેશે.જીલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાના આચાર્યને પત્રો દ્વારા જાણ કરી શાળાના પ્રીમાઈસીસમાં મચ્છર ઉત્પતી સ્થાનોનો નાશ કરવાનો રહેશે.મચ્છરજન્ય રોગચાળા માટેના જાણકારી અંગે વકતૃત્વ, નિબંધ અને ચિત્રસ્પર્ધા જેવા કાર્યક્રમો યોજવા. બાંધકામ અને અન્ય જગ્યાએ મચ્છર ઉત્પતિ સ્થાનો મળતા જે તે માલિકને પ્રથમ નોટીસ આપ્યા બાદ પછી મચ્છર ઉત્પતિ સ્થાનો મળે તો દંડની જોગવાઈઓ અંગે ચર્ચા કરી હતી. નવા ડીડીઓએ મોરબી જિલ્લાને મેલેરિયા મુક્ત બનાવવાની નેમ સાથે પોતાની જવાબદારી સાંભળી છે ત્યારે અનુભવી અને બાહોશ અધિકારીના આ કદમની નાગરિકો સરાહના કરી રહ્યા છે.

