


મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમ આજે જીલ્લા પંચાયત ખાતે ડીડીઓ ખટાણા સાહેબની શુભેચ્છા મુલાકાતે પહોંચી હતી. મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીલાલ સરડવા તેમજ સંઘના સભ્યો હર્ષદભાઈ મારવાણીયા, શૈલેશ ઝાલરીયા અને નીતિન રંગપરીયા સહિતનાએ ડીડીઓ ખટાણાની શુભેચ્છા મુલાકાત લીધી હતી જે પ્રસંગે સંઘના હોદેદારો દ્વારા જી.પી.એફ. ખાતા નંબરની પ્રક્રિયા તાકીદે શરુ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.

