મોરબીમાં કોના ઘરમાં લાગી આગી અને કેવી રીતે થયો પરિવારનો બચાવ જાણો ?

ફાયર ની ટીમે આગ પર કાબુ મેળવ્યો

મોરબીના સમાકાઠા વિસ્તારમાં આવેલી નિત્યાનંદ સોસાયટીમાં રેહતા અને તલાટી મંત્રી તરીકે નોકરી કરતા જયંતીભાઈ મિયાત્રા ઘરમાં પેહલા માળે આવેલા રૂમમાં કોઈ કારણોસર આગ લાગી ઘટનાની જાણ થતા ફાયર વિભાગના દીપકસિંહ જાડેજા અને વિનય ભટ્ટ સહિતનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનાની સુત્રોમાંથી વધુમાં મળતી વિગતો મુજબ જ્યતીભાઈ પરિવાર નીચેના માળે સુતો હતો ત્યારે પેહલા માળે સવારે ૬ વાગે લગભગ ઘરમાંથી ધુવાળા નીકળતા હતા આ વાતથી પરિવાર અજાણ હતો અને ઘસઘસાટ નિદ્રામાં હતો પણ પાડોશી જાગી જતા અને એમેણે જ્યતીભાઈ ને જગાડ્યા અને આખો પરિવાર તુરતજ ઘરની બાહર આવી ગયો અને ફાયર ની જાણ કરવામાં આવી જેથી મોટી દુર્ઘટના ટળી હતી પ્રાથિમક માહિતી મુજબ પેહલા માળે કમ્પુટરમાં શોર્ટ સરકીટ થવના લીધે આગ લાગી હતી જેના લીધે કમ્પુટર અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઇ હતી પણ કોઈ જાનહાની ન થતા પરિવાર અને તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat